21 દિવસના લાંબા lockdown માં જરૂરી ચીજવસ્તુનું શું? પીએમ મોદીએ કરી આ ખાસ વ્યવસ્થા



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખતા દેશ આખામાં આજે રાત્રે 12 વાગ્યાથી લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન એક બે દિવસ નહીં પણ 21 દિવસનું રહેશે. વડાપ્રધાને કહ્યું હતું કે, આ નિર્ણય દેશના ઘણા લોકો દ્વારા લોકડાઉનની વાતને ગંભીરતાથી ના લેવાના કારણે લેવામાં આવ્યો છે.



વડાપ્રધાને કહ્યું હતું કે, આ વાયરસ ફેલાવવાનું શરૂ કરી દે છે ત્યાર બાદ તેને રોકવો મુશ્કેલ બની જાય છે. માટે આ મોટો અને આકરો નિર્ણય કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ બાબત લગભગ લગભગ કર્ફ્યુ સમાન જ હશે.



હવે સવાલ એ છે કે, 21 દિવસ સુધી ચાલનારા આ લોકડાઉન દરમિયાન સામાન્ય લોકોને જીવન જરૂરિયાતનો સામાન કેવી રીતે મળી રહેશે? જોકે વડાપ્રધાન મોદીએ આ બાબતની સંપૂર્ણ કાળજી રાખી છે. પીએમ મોદીએ જાહેરાત કરી છે કે, જરૂરી સેવાઓ યથાવત રહેશે. લોકોને જીવન જરૂરિયાતનો સામાન મળતો રહેશે.


તેમણે કહ્યું હતું કે, આ 21 દિવસનું લાંબુ લોકડાઉન છે, જે ઘણું જ લાંબુ છે, પરંતુ લોકોને તેમનો જીવન જરૂરી સામાન મળતો રહેશે. લોકોને મેડિકલ સહિતની અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. આ લોકડાઉન 14 એપ્રિલ સુધી રહેશે.
વડાપ્રધાને રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું હતું કે, દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી અને રાશન પાણી જેવી સપ્લાઈ થતી રહેશે. જોકે સરકારે તેના માટે હાલ તો કોઈ દિશા-નિર્દેશ જાહેર નથી કર્યા કે તેને કેવી રીતે પુરી પાડવામાં આવશે.

Comments